સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પોલીસ અધિકારીઓની ચુપ્પી
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપ રુપમાં એક આરોપી મૃત હાલતમાં મળી આવ્યો

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપ રુપમાં એક આરોપી મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવક આરોપીનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. લોકઅપમાં યુવકે સંડાસની બારી સાથે શર્ટથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આરોપીને પોક્સો હેઠળના ગુના માટે જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જો કે, વરાછા પોલીસ આ બાબતે કાંઈ બોલવા તૈયાર નહીં. જેલની અંદર આટલી મોટી ઘટના બની હોવા છતાં અધિકારીઓ આ મુદ્દે કોઈ વિગત આપી નથી રહ્યા. વરાછા પોલીસે આરોપીના મૃતદેહને સ્મીમેર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.




