Bhavanagar: કોડેઈન ફોસ્ફેટ ધરાવતી 80 કફ સીરપની બોટલ સાથે આરોપી ઝડપાયો
ભાવનગર કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં કોડેઈન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપના જથ્થા સાથે

ભાવનગર કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં કોડેઈન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપના જથ્થા સાથે આરોપી અજયભાઈ રેવાભાઈ ચાવડા ઝડપાયો હતો. આરોપીએ એસ.બી.આઈ.ની બાજુમાં આવેલી મેડિકલમાં રાજેશભાઈ સાંડી પાસેથી કોડેઇન ફોસ્ફેટ ધરાવતી કફ સીરપની 80 બોટલ તેના કબજામાં રાખી હતી, જેની કીંમત.રૂ. 15,920 છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 26,020 નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપી વિરુદ્ધ એકબીજાની મદદગારીથી ગુનો કર્યાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.




