VIDEO: રાજ્યમાં અકસ્માતોની વણઝાર, 2 મહિલા સહિત 5ના મોતઃ દારુડિયા ડ્રાઈવરને લોકોએ ધોયો
રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત બની રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જુદ

રાજ્યમાં અકસ્માતોની ઘટના સતત બની રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં જુદા જુદા 5 વિસ્તારોમાં અકસ્માતની ઘટના બની છે. એમાં 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા છે. સાયલાના હડાળા ધાંધલપુર હાઇવે પર પશુ આડે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. આચાર્ય રેખાબેન પંચાલ એકટીવા લઈને ધાધલપુર હાઇવે પર જઈ રહ્યા હતા ત્યારે પશુ આડે આવી જતાં તેમનો અકસ્માત સર્જાયો હતો. મૃતક રેખાબેનને ચોટીલા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં જુદા જુદા પાંચ અકસ્માતમાં 2 મહીલા સહિત 5ના મોત નીપજ્યા છે.
અજાણી કારે ટક્કર મારતાં યુવકનું મોત
સાયલાના ચોટીલા હાઈવે પર અકસ્માત યથાવત જોવા મળી રહ્યા છે. સાયલાના ઢેઢુકી ગામના બોર્ડ પાસે અજાણી કારે એક યુવાનને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. મોરબીથી મૂળી દસ્તાવેજના કામે જતા ઢેઢુકી ગામના બોર્ડ પાસે આ બનાવ બન્યો હતો. ઉલ્લેખનિય છે કે 24 કલાકમાં માર્ગ અકસ્માતમાં સાયલા પાસે ચારના મોત નિપજ્યા છે. મૃતક યુવાને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાયો છે. સાયલા પોલીસે અકસ્માતે સર્જનાર અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી છે.
ભૂજ જતી ખાનગી બસ હળવદ પાસે પલટી મારી ગઈ, 9 લોકો ઘાયલ
મોરબીના હળવદમાં મોડી રાતે ખાનગી બસે પલટી મારતા 9 લોકો ઘાયલ થયા હતા. ખાનગી બસ ગાંધીનગરથી ભુજ જઈ રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં
સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો
સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો હતો. ફોર વ્હીલર ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જેમાં વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. અકસ્માત સર્જીને ચાલક ફરાર થયો હતો.
ડિંડોલીમાં કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી
સુરતમાં ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની. કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી. જેને કારણે બાઈકચાલક નીચે પટકાયો. સદનસીબે જાનહાની ટળી હતી. તેને ઈજા થઈ. અકસ્માત સર્જાતા કારચાલક ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
30 ફૂટ ઊંડા ખાળકૂવામાં પડેલી મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયું
સુરતના સરસાણા વિસ્તારમાં 30 ફૂટ ઊંડા ખાળકૂવામાં પડેલી મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું હતું. ખાળકૂવા ઉપર બનાવેલું સિમેન્ટનું ઢાંકણ લપશે એવું હતું. જેથી મહિલાનો પગ પડતા જ તેઓ સીધી ખાળકુવામાં પડી ગયા હતા. તેમને જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જોકે આ બનાવમાં મહિલાને કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.








