બારડોલીમાં પેટ્રોલ પમ્પ સામે સર્જાયો ધડાકાભેર અકસ્માત, મોપેડ અને બાઈક પર જતાં 5 ઈજાગ્રસ્ત
સુરતના બારડોલીમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીમાં વાડીવાલા પેટ

સુરતના બારડોલીમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીમાં વાડીવાલા પેટ્રોલપંપ નજીક અકસ્માત સર્જાયો હતો. મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયેલા ધડાકાભેર અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાંથી એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
અકસ્માત સીસીટીવીમાં કેદ
પેટ્રોલ પંપના સીટીટીવીમાં સમગ્ર અકસ્માતના દ્રશ્યો કેદ થયા હતાં. જેમાં એક મોપેડ ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે આ તરફથી ફૂલ સ્પીડમાં બાઈક આવ્યું હતું. જેણે મોપેડને અડફેટે લઈને ઉલળીને લગભગ 25 ફૂટથી વધારે ઢસડાઈ ગયો હતો. બન્ને વાહન પર સવાર પાંચેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે પેટ્રોલ પંપ પરથી લોકો તાત્કાલિક દોડી ગયા હતાં.
1ની હાલત ગંભીર
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 5 પૈકી 1 યુવાનની હાલતની ગંભીર થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.








