મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત, બાઈક પર જતા બે મિત્રો પૈકી એકનું મોત

સુરતના રસ્તાઓ પર કાળ ફરી રહ્યો હોય તે રીતે એક બાદ એક અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે

સુરતમાં કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત, બાઈક પર જતા બે મિત્રો પૈકી એકનું મોત

સુરતના રસ્તાઓ પર કાળ ફરી રહ્યો હોય તે રીતે એક બાદ એક અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે પાલ ઉમરા બ્રિજ ખાતે કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીચે હતો, જ્યારે બીજો ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ચિંતનનું મોત

પાલ ઉમરા બ્રિજ ખાતે અકસ્માતમાં 44 વર્ષીય ચિંતન માલવિયાનું અકસ્માતમાં મોત નીપજયું હતું. ચિંતન માલવિયા તેમના મિત્ર સાથે બાઈક પર પાલ ઉમરા બ્રિજ પાસેથી પસાર થતાં હતા. એ દરમિયાન કાર સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન ચિંતનનું વધારે ઈજા થવાથી મોત નીપજ્યું હતું.

પરિવારમાં શોક

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું. ચિંતનના મોતને લઈને પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું હતું. ત્યારે ચિંતન સાથે રહેલા તેના મિત્રને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો