સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત, ત્રણ યુવાનોના કરૂણ મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ નજીક અકસ્માત સર્જાયો હતો

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ નજીક અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર- વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.
વિઠ્ઠલગઢ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો
બેફામ ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. આ યુવાનો સવારે કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા.
અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર
અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા લખતર પોલીસ પહોંચી હતી. મૃતક યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.






