ખેડા: ઠાસરામાં એક્ટિવા અને ક્રેઈન વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલકનું મોત
ખેડાના ઠાસરામાં એક્ટિવા અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. આ બનાવની જા

ખેડાના ઠાસરામાં એક્ટિવા અને ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના ઠાસરામાં બુધવારે કલસરથી નેસ તરફ જવાના માર્ગ પર એક્ટિવા અને હાઇડ્રા ક્રેઈન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં તથા મૃતકના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાઈડ્રા ક્રેને ટક્કર મારતા નીચે પટકાયા
આણંદના મોગરીગામનાં વતની એકટીવા ચાલક કનુભાઈ પરમાર કાલસર અને નેસ રોડ પર સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન હાઈડ્રા ક્રેને ટક્કર મારતા નીચે પટકાયા હતા. પરિણામે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.






