મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર, સફળતા અને સમૃદ્ધિનો આવકાર-પરશોત્તમ રૂપાલા

સુરતની મુલાકાતે આવેલા પરશોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના અને ટકાઉ ક

પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર, સફળતા અને સમૃદ્ધિનો આવકાર-પરશોત્તમ રૂપાલા

સુરતની મુલાકાતે આવેલા પરશોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના અને ટકાઉ કૃષિ વિકાસને વેગ આપવા માટેના મહત્વપૂર્ણ પ્રયાસ હોવાનું કહ્યું હતું. સાથે જ કહ્યુ કે પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર, સફળતા અને સમૃદ્ધિનો આવકાર છે. આ શબ્દો તેમણે કાવબેરી કંપનીની મુલાકાત લઈને ઉચ્ચાર્યા હતાં. 

ખેડૂતોને સશક્ત બનાવવા ચર્ચા કરી

ટકાઉ કૃષિ અને ટકાવ જીવનનાં ઉકેલ માટે પ્રખ્યાત છે.  તેણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓના  દ્વારા તૈયાર કરવામાં આવેલ પોતાની પહેલ, પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીને પ્રદર્શિત કરી હતી. આ મુલાકાત દરમિયાન રૂપાલાએ કાવબેરીના અગ્રણીઓ અને કૃષિ નિષ્ણાતો સાથે વાતચીત કરી અને ખેડૂતોને સશક્ત બનાવવા, જમીનની ફળદ્રુપતા વધારવા અને પ્રાકૃતિક  ખેતી પદ્ધતિઓ પ્રોત્સાહિત કરવા માટે વ્યૂહાત્મક પ્રયાસો પર ચર્ચા કરી હતી.

ખેડૂતોને જોડવામાં આવી રહ્યાં છે

પરશોત્તમ રૂપાલાએ ભારપૂર્વક કહ્યું કે "પ્રાકૃતિક ખેતી માત્ર પદ્ધતિ જ નથી, તે આરોગ્યપ્રદ પાક, ટકાઉ આજીવિકા અને પર્યાવરણના સંરક્ષણ તરફની એક ચળવળ છે. આ મોડેલ પ્રાકૃતિક ખેતી રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાવબેરીના સ્થાપક હરેશભાઈ પરવાડિયાએ કહ્યું કે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનાં ખેડૂતોને તેમની ખેત-પેદાશો માટે ખુબજ સારું માર્કેટ આપવાનો છે. કંપનીના સીઈઓ કૌષિક સોનાણીએ કહ્યું કે સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને સર્ટીફીકેશનનાં માધ્યમથી જોડીને નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ આપવા માટે રાજ્ય-વ્યાપી ઝુંબેશ ચલાવાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર તથા સિક્કિમનાં ખેડૂત સાથે પણ કામ થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો