મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

4 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત, GILના એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર વિરુદ્ધ ACBએ નોંધ્યો ગુનો

ગુજરાત ઇન્ફ્લેમેટીકસ લીમીટેડ-GILના તત્કાલિન એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂ

4 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત, GILના એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર વિરુદ્ધ ACBએ નોંધ્યો ગુનો

ગુજરાત ઇન્ફ્લેમેટીકસ લીમીટેડ-GILના તત્કાલિન એક્ઝીક્યુટીવ એકાઉન્ટન્ટ રૂચી ભાવસાર પાસે 4 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત મળી આવતા  એન્ટી કરપ્શન બ્યૂરો-ACBએ તેના  વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કર્યો છે. 

રૂચિ જૈમિન ભાવસાર GILના એકઝીકયુટીવ એકાઉન્ટન્ટ ત્યારે તેમની ફરજ દરમ્યાનનો 01-05-2017થી 31-05-2022ના ચેક પિરીયડ સુનિશ્ચિત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. 

પ્રાથમિક તપાસ દરમ્યાન રૂચિ ભાવસાર તથા તેમના આશ્રિતોના બેંક ખાતાઓ, મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી તેઓના રોકાણ સંબંધી દસ્તાવેજી માહીતી એકત્રિત કરવામાં આવી હતી. તેમણે પોતાની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીત-રસમો અપનાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલાની હકીકત ઉજાગર થવા પામી  છે. આ અંગે તેઓના આવક, રોકાણ અને ખર્ચ અંગેના સાધનીક પુરાવાઓ મેળવી, સી.બી.આઈ. ગાઇડલાઇન મુજબના એ-બી-સી-ડી પત્રક બનાવી, આ અંગે બ્યુરોના નાણાંકીય સલાહકાર દ્વારા નાણાકીય વ્યવહારોનું વિગતવારનું વિશ્લેષણ કરાવી, આ અંગેનો અભિપ્રાય મેળવવામાં આવ્યો હતો. 

રૂચિ ભાવસારે પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઈરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે કાયદેસરની આવક રૂ.65,31,380ની સામે રૂ.4,73,15,255નું સ્થાવર/જંગમ મિલ્કતમાં પોતાના તથા આશ્રિતોના નામે રોકાણ તેમજ ખર્ચ કર્યાનું તપાસમાં સામે આવ્યું હતું. 

આ તપાસના સમયગાળા દરમ્યાન રૂચિ ભાવસારે  પોતાની કાયદેસરની આવક કરતા રૂ.4,07,83,875 (ચાર કરોડ સાત લાખ ત્યાસી હજાર આઠસો પંચોતેર) ની એટલે કે આવકના પ્રમાણમાં 624.43% (છસો ચોવીસ ટકાથી વધુ)ની અપ્રમાણસર મિલ્કત વસાવી હતી. 

રૂચિ ભાવસાર વિરુદ્ધ ACBએ  ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ-13(1)(E) તથા 13(2) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા અધિનિયમ-2018)ની કલમ-13(1)(B), 13(2) મુજબ ગાંધીનગર ACB પોલીસ સ્ટેશન  ખાતે ગુનો નોંધ્યો છે. 

આરોપીની વિવિધ મિલકતોની વિગત નિચે મુજબ છે : 

1) સિધ્ધરાજ ઝેડ પ્લસ, સરગાસણ, ગાંધીનગર ખાતે પેન્ટ હાઉસ D-701, ગાંધીનગર

2) સિધ્ધરાજ ઝેડ પ્લસ, સરગાસણ, ગાંધીનગર ખાતે પેન્ટ હાઉસ D-702, ગાંધીનગર

3) મનોરમ્ય રીટ્રીટ સોસાયટી, કોબા, ગાંધીનગરનો રહેણાંક પ્લોટ 375 ચો.વાર, ગાંધીનગર

4) સ્કોડા બ્લેક કલરની ગાડી

5) સ્કોડા સિલ્વર કલરની ગાડી

6) આઈ-10 સફેદ કલરની ગાડી

7) આઇ-20 ગાડી 

આ સમાચાર શેર કરો