મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: બે ક્લાસ વન અધિકારીઓ વિરુદ્ધ એસીબી ગુનો પણ નોંધી શકશે

રાજકોટ અગ્નિકાંડ બાદ ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાઈ શકે છે.

રાજકોટ અગ્નિકાંડ: બે ક્લાસ વન અધિકારીઓ વિરુદ્ધ એસીબી ગુનો પણ નોંધી શકશે

રાજકોટ અગ્નિકાંડ બાદ ગૃહવિભાગ હરકતમાં આવ્યું છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાઈ શકે છે. એવી ચર્ચા છે કે, બે ક્લાસ વન અધિકારીઓ સામે આવનારા દિવસોમાં એસીબી ગુનો પણ નોંધી શકે છે. અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો તપાસ પણ કરી શકે છે. 

એસીબીએ અપ્રમાણસર મિલકત તથા સત્તાનો દૂર ઉપયોગ કરનારા કર્મચારીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે. એસીબી ડાયરેક્ટર બિપીન આહિર સહિત પાંચ અધિકારીઓની ટીમ રાજકોટમાં કેમ્પ યોજી તપાસ હાથ ધરશે. 

એસીબી દ્વારા તપાસનો ધમધમાટ 

રાજકોટમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓ એસીબીની રડારમાં આવી ગયા છે. જે લોકો સામે અપ્રમાણસર મિલકત મળશે તેની સામે કાર્યવાહી થશે. રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો