મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટના ત્રણ નામાંકિત જવેલર્સ માલિકોને ACBનું તેડું, સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું હતું 15 કિલો સોનું

રાજકોટ અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂર્વ TPOની ઓફિસનું ACBએ સીલ માર્યું હત

રાજકોટના ત્રણ નામાંકિત જવેલર્સ માલિકોને ACBનું તેડું, સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું હતું 15 કિલો સોનું

રાજકોટ અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. પૂર્વ TPOની ઓફિસનું ACBએ સીલ માર્યું હતું, ત્યારે થોડાકસ દિવસો પહેલા ઓફિસનું સીલ ખોલીને ACBએ તપાસ આદરી હતી. તપાસમાં ઓફિસમાંથી 15 કિલો સોનું અને કરોડો રૂપિયા મળી આવ્યા હતા. જો કે સાગઠિયાની ઓફિસમાંથી મળી આવેલા સોના અને ચાંદીના ઘરેણા મોંઘા ભાવના હતા.

ACBએ રાજકોટના નામાંકિત જ્વેલર્સના માલિકોની પૂછપરછ આદરી

આ દાગીના પર રાજકોટના નામાંકિત ત્રણ જ્વેલર્સના માર્ક લાગેલા છે. ACBએ રાજકોટના નામાંકિત જ્વેલર્સના માલિકોની પૂછપરછ આદરી હતી. જેમાં રાધિકા જ્વેલર્સના અશોક, શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસ અને  પ્રેમજી વાલજી જવેલર્સના માલિક હરેશની પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછમાં જ્વેલર્સ માલિકોનું એક જ રટણ હતું કે પૂર્વ TPO સાગઠિયા ક્યારેય ઘરેણાં ખરીદવા આવ્યાસ જ નથી. સાગઠિયા માટે લાંચ આપનાર બિલ્ડરો દ્વારા સોનુ ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ACB આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

રાધિકા જ્વેલર્સના માલિક અશોક ઝિઝુંવાડિયાનું નિવેદન

સાગઠિયા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. દુકાન માંથી જે ગ્રાહક આવે તેને બિલ વગર  દાગીના વેચતા નથી, અને સાગઠિયા પાસેથી જે દાગીના મળ્યા તે જુના છે. તે ક્યારે બન્યા અને કોને ખરીદી કરીને આપ્યા તે ખબર નથી.જોકે જ્વેલર્સ માલિકે એમ પણ ક્હ્યું કે, અમારી દુકાનના ઓપનિંગમાં ઘણા લોકો આવ્યા હતા તે પૈકી સાગઠીયા પણ હતા.
 બિલ પર અમે વેચીએ છે, દુકાનમાંથી જે ગ્રાહક આવે તેને બિલ વગર અમે દાગીના વેચતા નથી.

સાગઠિયા કે અન્ય કોઈ વ્યક્તિ આવ્યું હોય અને  જરૂરી નિયમ મુજબ પાન કાર્ડ કે આધાર જે રજૂ કરે તેને દાગીના વેચતા નથી. અમારે ત્યાંથી ક્યારે દાગીના લેવા આવેલા તે ક્યારે આવ્યા અને ખરીદી કરી તેની કોઈ તારીખ નથી. દાગીના ક્યારે બન્યા અને કોને ખરીદી અને આપ્યા એ ખબર નથી.સ્ટાફ પણ 10 થી 12 મહિને ફરી જતો હોય છે.

આ સમાચાર શેર કરો