મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ACBએ તલાટીમંત્રીને રૂ. 1500ની લાંચ લેતા ઝડપી પાડ્યો

રાજકોટમાં કાગદડી ગ્રામ પંચાયતના તલાટીમંત્રીને 1500 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ

રાજકોટ: ACBએ તલાટીમંત્રીને રૂ. 1500ની લાંચ લેતા ઝડપી પાડ્યો

રાજકોટમાં કાગદડી ગ્રામ પંચાયતના તલાટીમંત્રીને 1500 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગે હાથ ઝડપી પાડ્યો છે.  હાલ એસીબીએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરીયાદીના કાગદડી ગામે આવેલા પ્લોટમાં જેમાં પંચાયત હસ્તકના રેકર્ડમાં ગામ નમૂના નંબર 2માં જુની નોંધો કરવા માટે ગામના તલાટીમંત્રી સન્ની દિપકભાઇ પંજવાણીએ ફરિયાદી પાસે રૂપિયા 1500ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા પરિણામે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે ભક્તિનગર સર્કલ નજીક છટકું ગોઠવી તલાટીમંત્રીને રૂ.1500ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. 

ગઈકાલે એસીબીએ પીઆઇ વતી વચેટીયાને 10 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ એસીબીએ મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી વચેટીયાને 10 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે સફળ ટ્રેપ કરવામાં આવી હતી. જેમાં કાગદડી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

આ સમાચાર શેર કરો