VIDEO: પીજ ગામમાં 'આપ' આગેવાનોએ મૃત ઉંદરની સ્મશાનયાત્રા કાઢી, જાણો શા માટે કરાયો આ અનોખો વિરોધ?
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ નડિયાદ નજીક પીજ


સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ નડિયાદ નજીક પીજ ગામમાં પાણીની તીવ્ર સમસ્યા વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. છેલ્લા પાંચ દિવસથી ગામના વિવિધ વિસ્તારોમાં પાણીની હાલાકી AAP આગેવાનોએ મરેલા ઉંદરની સ્મશાનયાત્રા કાઢીને લોકોનું ધ્યાન ખેચ્યુ હતું. પંચાયત તરફથી મંગાવેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતાં ગ્રામજનોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ગામમાં ચાર પાણીની ટાંકી અને 12 પંચાયતી બોર હોવા છતાં પણ ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી જોવા મળી રહી છે. સરપંચ શીતલબેન પટેલે જણાવ્યું કે વાલ જામ થવાને કારણે પાણી ધીમું આવી રહ્યું છે, તેમ છતાં સમસ્યા હલ કરવા માટે કામકાજ ચાલુ છે.




