VIDEO: ડાકોર પાલિકાના સફાઈકર્મીઓની અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ, વિવિધ બેનરો સાથે નીકળી રેલી
ખેડામાં ડાકોર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ અનિશ્ચિત મુદત માટે હડતાલ


ખેડામાં ડાકોર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ અનિશ્ચિત મુદત માટે હડતાલ શરૂ કરી છે. અમદાવાદથી આવેલા વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુ બારિયાએ ડાકોર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી, પરંતુ બેઠકમાં કોઈ નિષ્કર્ષ ન આવતાં પ્રદેશ પ્રમુખ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વચ્ચે ડાકોર નગરમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં સફાઈ કર્મચારીઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
રેલી દરમિયાન ‘ડાકોર નગરપાલિકા પ્રમુખ હાય હાય’, ‘જય ભીમ’ તેમજ ‘અમારી માંગણીઓ પૂરી કરો’ જેવા નારા લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આ હડતાલ અને આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




