મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: કારે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તરુણીનું સારવાર દરમિયાન મોત

રાજકોટમાં માર્ગ અકસ્માતમાં તરુણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. SNK ચોક નજી

Rajkot news: કારે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી તરુણીનું સારવાર દરમિયાન મોત

રાજકોટમાં માર્ગ અકસ્માતમાં તરુણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. SNK ચોક નજીક બે દિવસ પહેલાં કાર અને બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દંપતિ સહિત તેમની પુત્રીને કારે ટક્કર મારતા પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેનું મોત થયું છે.  

પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો 

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના SNK ચોક નજીક બે દિવસ પહેલાં કાર અને બાઈકચાલક વચ્ચે અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર પતિ-પત્ની અને તેમની પુત્રી ઈજાગ્રસ્ત થયા હતા. પુત્રીને ગંભીર ઈજાઓ થઈ હતી, જે બાદ આજે આ 15 વર્ષીય  ધ્રુવી કોટેચાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી. પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો