મહેસાણામાં બેફામ કાર ચલાવી યુવતીએ માતા-પુત્રને ટક્કર મારી
મહેસાણા શહેરમાં આવેલા ફુવારા સર્કલ પાસે બેફામ કાર ચલાવી એક યુવતીએ એક્ટિવા સવાર માતા-પ

મહેસાણા શહેરમાં આવેલા ફુવારા સર્કલ પાસે બેફામ કાર ચલાવી એક યુવતીએ એક્ટિવા સવાર માતા-પુત્રને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને ટક્કર મારતા પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો. જેથી એક્ટિવાચાલક મહિલાએ અકસ્માત સર્જનાર યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા ઘણા સમયથી મહેસાણામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફુવારા સર્કલ પાસે પૂરપાટ વેગે કાર લઈને જતી યુવતીએ એક્ટિવા પર જતા માતા-પુત્રને ઉડાવ્યા હતા. એક્ટિવાને ટક્કર વાગતા માતા-પુત્ર બંને નીચે પટકાયા હતા, જ્યાં બંનેને ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. આ અકસ્માત સર્જનાર યુવતીની કારમાં એડવોકેટ નોટરીનું બોર્ડ પડયું હતું. આ અકસ્માતમાં ભોગ બનેલી મહિલાએ કારચાલક યુવતી સામે ગુનો નોંધાવ્યો હતો.




