અમદાવાદ: યુવાને બિલ્ડરની ઓફિસમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ઝેર ગટગટાવ્યું
અમદાવાદમાં બિલ્ડરના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં બિલ્ડરના માનસિક ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. જીગ્નેશ વાઘેલા નામના યુવાને બે દિવસ પહેલા બિલ્ડરની ઓફિસમાં જઈને ઝેર ગટગટાવ્યું હતું.
બિલ્ડરની ઓફિસમાં જઈને ઝેર ગટગટાવ્યું
દરજી કામ કરતા યુવાને (સ્યુસાઈડ નોટ) ચિઠ્ઠીમાં લખ્યું હતું કે બિલ્ડર અને તેમના માણસોના ત્રાસથી આત્મહત્યા કરું છું, અને સરોવર પ્લેટિનિયમ નામની ઓફિસમાં ઝેર પીધું હતું.
યુવાનને સારવાર અર્થે SVPમાં દાખલ કરવામાં આવ્યો
યુવાનને સારવાર અર્થે SVPમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ યુવાન સારવાર હેઠળ છે. જીગ્નેશ વાઘેલાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે બિલ્ડર દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવતો નથી. અને અન્ય કોઈ ને મકાન વેચવા દેવામા આવતું નથી. ઘટનાને લઈ કાગડા પીઠ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.






