મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની હોટલના કમ્પાઉન્ડમાં ગાંજાનું વેચાણ કરતો યુવાન ઝડપાયો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સંખ્યાબંધ શહેરોમાં પ્રતિબંધિત ગાંજો સતત ઝડપાતો રહે

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની હોટલના કમ્પાઉન્ડમાં ગાંજાનું વેચાણ કરતો યુવાન ઝડપાયો

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સંખ્યાબંધ શહેરોમાં પ્રતિબંધિત ગાંજો સતત ઝડપાતો રહે છે, રાજ્યના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો સતત પર્દાફાશ થતો રહે છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઇવે પર હોટલ પર ગાંજો વેચવા આવેલા યુવાનને SOGની ટીમે દબોચ્યો હતો.

 હોટલના કમ્પાઉન્ડમાં ગાંજાનો ખુલ્લેઆમ વેચાણ કરતો યુવાન ઝડપાયો

આરોપી હોટલના કમ્પાઉન્ડમાં ગાંજાનો ખુલ્લેઆમ વેચાણ કરતો હતો. SOGને બાતમી મળી હતી કે એક યુવાન ખુલ્લેઆમ પ્રતિબંધિત ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: પાટણ: જાખેલ ગામમાંથી નકલી ડોક્ટર ઝડપાયો, દર્દીઓને તપાસીને ઈન્જેક્શન અને દવાઓ આપતો

સુકા ગાંજાનો બહોળા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો

આ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન આરોપી યુવાન પાસેથી સુકા ગાંજાનો બહોળા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. યુવાની ઓળખ  વિજય બજાણીયા તરીકે થઈ છે. SOGએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો