અમદાવાદ: દધીચી બ્રિજ ઉપરથી યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના દધીચી બ્રિજ ઉપરથી એક યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવી છે. બનાવની જાણ

અમદાવાદના દધીચી બ્રિજ ઉપરથી એક યુવકે સાબરમતી નદીમાં છલાંગ લગાવી છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા યુવકની ભાળ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બપોરે યુવકે બ્રિજ ઉપર વાહન મુકીને નદીમાં પડતુ મુક્યું હતું.
સાબરમતી નદીમાં યુવકે પડતુ મુક્યું
અમદાવાદની સાબરમતી નદીમાં વધુ એક યુવકે પડતુ મુક્યુ છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પોતાનું વાહન મુકીને યુવકે નદીમાં ઝંપલાવ્યું હતું. રિવરફ્રન્ટ ઉપર રહેલા એક વ્યક્તિએ આ યુવકને નદીમાં મોતની છલાંગ લગાવતા જોયો હતો. જે બાદ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
સાબરમતી નદી બની સ્યુસાઇડ પોઇન્ટ
અમદાવાદની સાબરમતી નદી સ્યુસાઇડ પોઇન્ટ બની ગઇ છે. સાબરમતી નદીમાં ચાર વર્ષમાં 579 લોકોએ મોતની છલાંગ લગાવી છે. આ ઘટનામાં 434 લોકોના તો મોત થયા છે જ્યારે 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
2021માં સૌથી વધુ લોકોએ સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી હતી જેમાંથી 132 લોકોના મોત થયા હતા જ્યારે 46 લોકોને બચાવવામાં સફળતા મળી હતી. 2018માં પણ 151 લોકો સાબરમતી નદીમાં પડ્યા હતા જેમાંથી 116 લોકોના મોત થયા હતા. 2018માં 151, 2019માં 108, 2020માં 142 અને 2021માં 178 લોકોએ નદીમાં પડતુ મુક્યુ હતું.







