ખેડબ્રહ્મા હાઇવે પર એક ગાડીએ બાઈકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળે મોત
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર વધુ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં એક બાઈક ચાલકનું મોત થયુ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર વધુ એક ગંભીર અકસ્માત થયો હતો જેમાં એક બાઈક ચાલકનું મોત થયું હતું. વડાલી નજીક આવેલ સી.એન.જી પંપ આગળ ખાનગી કારે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેને કારણે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઈત ચાલક યુવકની મૃત્યુના સમાચાર સાંભળી તેના સમગ્ર પરિવારમાં શોક અને આક્રંદની લાગણી છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો : જુનાગઢ બાદ હવે 450 વર્ષ જુના આ મઠના નવા ઉત્તરાધિકારી માટે સાધુઓ વચ્ચે ખેંચતાણ શરુ
અકસ્માતમાં બાઈક ચાલકને ટક્કર મારી કાર ચાલક પોતાના બચાવ માટે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેમજ અકસ્માતની જાણ થતાં જ વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ કરી આગળની કાર્યવાહી શરુ કરી હતી. યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : VIDEO: નવા બનતા મકાનની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ભેંસ, પછી જુઓ શું થયું
પરિવારની માંગ હતી કે હાઇવે ઓથોરિટી દ્વારા માનીતા પંપ સામેના ડીવાઈડર ખુલ્લો મુકાયો છે તેને બંધ કરવામાં આવે જેથી આવી અકસ્માતની દુર્ઘટના અન્ય કોઈના પરિવાર સાથે ન બને. તમને જણાવી દઈએ કે વડાલી-ખેડબ્રહ્મા હાઈવે રોડ પર બે દિવસમાં બે અકસ્માતની ઘટના બની જેમાં કુલ 3 લોકોના મોત નિપજ્યા હતા.






