મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં બે હિટ એન્ડ રનના કેસ: રિવરફ્રન્ટ પર કાર નીચે યુવકને ઢસડતાં મોત, ટ્રકે વૃદ્ધને કચડ્યાં

અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં રિવરફ્રન્ટ પીકનીક

અમદાવાદમાં બે હિટ એન્ડ રનના કેસ: રિવરફ્રન્ટ પર કાર નીચે યુવકને ઢસડતાં મોત, ટ્રકે વૃદ્ધને કચડ્યાં

અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં રિવરફ્રન્ટ પીકનીક હાઉસ પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારી કાર નીચે 50 ફૂટ ઢસડતા યુવકનું મોત થયું હતું. જ્યારે વસ્ત્રાલ રિંગરોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા ટાયર નીચે આવી જતાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ ઘટના ક્યાં બની? 

ચાંદખેડામાં રહેતા અને આશ્રમ રોડ ઉપર કારના શોરુમમાં નોકરી કરતો યુવક શનિવારે  રાત્રે બાઇક લઇને રિવરફ્રન્ટ ઉપરથી ઘરે જતા હતા. ત્યારે પીકનીક હાઉસ ત્રણ રસ્તા પાસે પહોચ્યા તે સમયે પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાઇ જતા યુવક 50 ફૂટ ઢસડાયો હતો.

બાઈક પણ અડધો કિલો મીટર સુધી ઢસડાયું હતું અને કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા યુવકને સારવાર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોેધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો