મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: આસુનદ્રાળી ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા યુવાનનું મોત

રાજ્યના સુરેન્દ્રનગરમાં ગેરકાદેસર ચાલતી કાર્બોસેલની ખાણે વધુ એકનો

સુરેન્દ્રનગર: આસુનદ્રાળી ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા યુવાનનું મોત

રાજ્યના સુરેન્દ્રનગરમાં ગેરકાદેસર ચાલતી કાર્બોસેલની ખાણે વધુ એકનો જીવ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના  આસુનદ્રાળી ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં  ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં 30 વર્ષના યુવકનું મોત થયુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી બેફામ બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી બેફામ બન્યા છે. સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયાસ ખનીજ માફિયાઓ દ્વારા હાથ ધરવામા આવ્યા છે.

ખંપાળીયા ગામની ભેટ સીમ વિસ્તારમાં ત્રણ મજૂરોના થયા હતા મોત

ત્રણ મહિના પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળીયા ગામની ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં અચાનક ગેસ ગળતર થતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા.

આ સમાચાર શેર કરો