Anand news: યુવક-યુવતીને US મોકલવાના બહાને અઝર બૈજાનમાં અપહરણ કરાયું, ખંડણી માંગનાર 3 આરોપીઓ ઝડપાયા
આણંદના એક યુવક અન

આણંદના એક યુવક અને યુવતીને અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં બંધક બનાવી 65 લાખ રૂપિયા પડાવવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. કેનેડા થઈને અમેરિકાના 'ડંકી રૂટ' મારફતે ગેરકાયદે પ્રવેશ કરાવવાનું આશ્વાસન આપી એજન્ટોએ આ બંનેને અઝરબૈજાનમાં અટકાવી રાખ્યા હતા અને વીડિયો કોલ મારફતે પરિવારને ડરાવી લાખોની ખંડણી વસૂલી હતી.
તો બીજી તરફ આરોપીઓએ વધુ નાણાંની માંગણી થતા પરિવારે આખરે પોલીસ અને સાંસદની મદદ લેતા આણંદ ગ્રામ્ય પોલીસે કુલ 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ LCBને સોંપી હતી. પોલીસે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
મળતા અહેવાલ પ્રમાણે મમતા જીતેશ ગાવીત,કેતન રમેશ સોની અને ડેનિયલ બાપીસ્ટ મોન્ટેરોની ધરપકડ કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે ત્રણેય આરોપીઓ મુંબઈના રહેવાસી છે. પોલીસે ત્રણેય આરોપીઓના 18 તારીખ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે.






