મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નિકોલમાં સોસાયટીના દરવાજા પાસે બેઠેલી મહિલાને કારે કચડી નાખી, ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદના નિકોલમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હતો, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપ

અમદાવાદ: નિકોલમાં સોસાયટીના દરવાજા પાસે બેઠેલી મહિલાને કારે કચડી નાખી, ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદના નિકોલમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હતો, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું અને એક બાળકને ઈજા પહોંચી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નીકોલ વિસ્તારની અબજીબાપ ગ્રીનસ સોસાયટીના દરવાજા પર જ આ અકસ્માત સર્જાયો હતો.

કાર દરવાજા પાસેના પિલ્લર સાથે અથડાઈ

કાર દરવાજા પાસેના પિલ્લર સાથે અથડાતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે કારણે તેનું મોત નીપજ્યું હતું.  મહિલા બાળક સાથે ગેટની બાજુ પરના ઓટલા પર બેસી હતી, અને ત્યાં જ મોત નીપજ્યું. ઘટનાની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં જ  ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો