મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલના જાહેરમાં મહિલાએ ખેંચ્યા કપડાં, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટે

સાબરકાંઠા સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલના જાહેરમાં મહિલાએ ખેંચ્યા કપડાં, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ સાથે મહિલાની ખેંચાતાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ અને એક મહિલા વચ્ચે શાબ્દિક ઉગ્ર ચર્ચા થઇ રહી છે. જે બાદ આ વાતચીટ ઉગ્ર સ્વરૂપ લેતા ગુસ્સે ભરાયેલી મહિલાએ મહેશ પટેલની કોટી ખેંચી હતી.  અમદાવાદમાં આ ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.

જોકે આ ઉગ્ર ચર્ચા દરમિયાન જયારે મહિલાએ મહેશ પટેલના કપડાં ખેંચ્યા ત્યારે સુરક્ષા ગાર્ડ ત્યાં આવી જતા મહિલાને ત્યાંથી હટાવી દીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કપડાં ખેંચાયા બાદ મહિલાના આક્રોશથી બચવા માટે મહેશ પટેલ ભાગતા જોવા મળ્યા હતા. અમદાવાદની સર્વોદય બેંકમાં યોજાયેલા કાર્યક્રમમાં આ ઘટના બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ અને મહિલા વચ્ચે કયા કારણોસર આ ઉગ્ર બોલાચાલી થઇ તેના વિષે હજુ સુધી કોઈ આધિકારિક પૃષ્ટિ થઇ નથી. 

આ સમાચાર શેર કરો