અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બંદોબસ્તથી પરત ફરી રહેલ મહિલા પોલીસકર્મીનું મોત
અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે અક્સ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં શહેર પોલીસની એક મહિલા પોલીસકર્

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે અક્સ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં શહેર પોલીસની એક મહિલા પોલીસકર્મીનું મોત થયું છે.
શહેરના રિવરફ્રન્ટ પર ગાર્ડન પાસે એક અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક મહિલા પોલીસનું નામ શારદાબેન ડાભી છે. શારદાબેન ડાભી ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. સ્ટેડિયમ ખાતે પોલીસ બંદોબસ્તથી પરત આવતા સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો છે. શહેર ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.




