મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના, મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઇ

કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહ

કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના, મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઇ

કચ્છમાં પોલીસને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે  ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂ સાથે બંન્નેને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે સફેદ કારમાં દારૂના જથ્થા સાથે એક કાર આવી રહી છે.

કારમાં તપાસ કરવામાં આવી તો દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો પકડાઈ જવાનાં ડરથી મહિલા પોલીસકર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચઢાવાની અને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો. આખરે સ્થાનિક પોલીસે બન્નેને ઝડપીને જ્યારે કારમાં તપાસ કરવામાં આવી તો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા.

 મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬થી વધુ ગુનાઓ દાખલ 

 પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬થી વધુ ગુનાઓ દાખલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ છે. 

 નીતા ચૌધરી અગાઉ પણ આવી ગઈ છે વિવાદમાં

દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં મુસાફરી કરી રહી હતી, ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે.

આ સમાચાર શેર કરો