નવસારી: કૃષ્ણપુર ગામમાં મટકી ફોડ દરમ્યાન અચાનક દિવાલ થઈ ધરાશાયી, 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
છેલ્લા 24 કલાકમાં મેઘરાજા રાજ્યભરમાં ધડબડાટી બોલાવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્ર

છેલ્લા 24 કલાકમાં મેઘરાજા રાજ્યભરમાં ધડબડાટી બોલાવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ, અમદાવાદમાં 5 થી 9 ઇંચ, આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વહેલી સવારથી રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23થી વધુ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મોડી રાત્રે જેતલપુર રોડ લક્ઝરી બસ દીવાલ સાથે અથડાઈ
મોડી રાત્રે જેતલપુર રોડ લક્ઝરી બસ દીવાલ સાથે અથડાતા રોડ પરનું સમગ્ર પાણી બેસમેન્ટમાં ઘૂસી ગયું હતું. જેના લીધે દુકાનો પાણી ઘૂસી જતાં દુકાનદારોએ ભારે નુકસાન થયું હતું.
દીવાલનો એક ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્ત
નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી જતા સાત લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.






