મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / SciKnowTech ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે યોજાશે અનોખો વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ

બાળકોના ભણતરમાં સૌથી અઘરા અને સૌથી મહત્વના વિષયો ગ

અમદાવાદ / SciKnowTech ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે યોજાશે અનોખો વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ

બાળકોના ભણતરમાં સૌથી અઘરા અને સૌથી મહત્વના વિષયો ગણિત અને વિજ્ઞાનને ગણવામાં આવે છે. જેને બાળકોને સમજવા અને માતા પિતા દ્વારા સમજાવવા બંને ખૂબ અઘરા પડે છે.  તો તેની માટે જ જ્ઞાન સાથે ગમ્મત કહી શકાય તેવા અને બાળકોને ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયો અત્યંત પ્રિય બનાવવા, બાળકો માટે અને બાળકો દ્વારા અનોખા ગણી શકાય તેવા વિજ્ઞાન અને ગણિત કાર્નિવલનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે.

આ કાર્નિવલનું આયોજન દર વર્ષે SciKnowTech એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. જેનો હેતુ યુવા દિમાગને સર્જનાત્મક બનાવવું અને ગણિત તથા વિજ્ઞાન જેવા વિષયોને સહેલાઈથી સમજી શકાય તે માટે "લર્નિંગ બાય ડુઇંગ" અને “અનુભવથી આવિષ્કારની યાત્રા” જેવી ફિલોસોફીથી કાર્ય કારવાનો છે. 

SciKnowFest 2024 – બાળકો દ્વારા અને બાળકો માટે એક અનોખો વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ SciKnowTech શું છે? 

અમદાવાદ સ્થિત શિક્ષણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ડૉ. મેઘાભટ્ટ દ્વારા આયોજિત, SciKnowTechએ ધોરણ 10 માટે વિજ્ઞાન અને ગણિતના "અનુભવલક્ષી શિક્ષણ"નું પ્લેટફોર્મ છે. 2-10, ગ્રેડ અને પ્રકરણ મુજબના શાળા અભ્યાસક્રમના સૈદ્ધાંતિક માળખાને "અનુભવાત્મક" ભાગ સાથે જોડીને આ એકેડેમી વિદ્યાર્થીઓને બિનપરંપરાગત રીતે "લર્નિંગ બાય ડુઇંગ" માટે પ્રેરિત કરે છે, “અનુભવથી આવિષ્કારની યાત્રા” તે SciKnowTech ની મૂળભૂત ફિલોસોફી છે.

SciKnowFest શું છે? 

પ્રત્યેક વર્ષાન્તે  “SciKnowFest” – એક અનોખા અને વિશાળ વિજ્ઞાન અને ગણિત કાર્નિવલનું આયોજન કરે છે. SciKnowFest એ એક એવો વિજ્ઞાન અને ગણિત મેળો છે કે જ્યાં યુવાદિમાગ તેમની સર્જનાત્મકતા અને નવીનતાને વિવિધ મનમોહક પ્રોજેક્ટ્સ અને મોડલ્સ દ્વારા પ્રદર્શિત કરે છે. જેમ જેમ તમે કાર્નિવલના મેદાનમાં ફરતા જશો તેમ, તમને બાળકોએ પોતે બનાવેલ વિજ્ઞાન અને ગણિતને લગતાં વિવિધ રસપ્રદ મોડલ્સ અને પ્રોજેક્ટ્સની ઝાંખી થતી રહેશે. 

સાઈનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન શું છે? 

SciKnowTech Education Foundation એ SciKnowTechનું એક ટ્રસ્ટ છે, જે તેનાં નેત્રુત્વહેઠળ - સમાજના વંચિત વર્ગ માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. જે દ્વારા અનુભવલક્ષી પ્રાયોગિક શિક્ષણને ગ્રાસ રૂટ લેવલ સુધી લઈ જવાનું પડકાર રૂપ કામ કરે છે. આ ટ્રસ્ટ મહિલા સશક્તિકરણ અને એન્ટરપ્રેનીઓરશીપ ક્ષેત્રમાં પણ કામ કરે છે.  

SciKnowTech એજ્યુકેશન ફાઉન્ડેશન(SEF) યુવાનોમાં, વિજ્ઞાનને રોજિંદા જીવનના એક અંગ તરીકે વણી લેવાની ટેકનીકો વિકસાવીને, વૈજ્ઞાનિક કૌશલ્ય માટે તૈયાર કરે છે. આવું સર્વગ્રાહી શિક્ષણ તેમને વિશ્લેષશણાત્મક વિચારણા તેમજ ઝડપી સમસ્યા હલ કરવાની કુશળતા વગેરે તરફ દોરી જવા માટે સક્ષમ કરશે. 

ત્યારે આ વખતના SciKnowFest 2024માં 3000+ મુલાકાતીઓ 230+ પ્રોજેક્ટ્સને પ્રત્યક્ષ જોવા અને માણવાનો અનુભવ લેશે.

આ કાર્નિવલ 14મી એપ્રિળ,2024ના રોજ ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે યોજાવા જય રહ્યો છે. જેને તમે સાંજે 6 વાગ્યાથી માણી શકશો. જેમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે. જેની માટે તમારે SciKnowFest2024ની વેબસાઇટ પર નોંધણી કરવાની રહેશે અથવા આપ 98255 05969 નંબર પર ફોન કરીને પણ નોંધણી કરાવી શકશો.

આ સમાચાર શેર કરો