રાજ્યના CM તરીકેની ગરિમા અને એક પ્રેમાળ દાદાનો અનોખો સંગમ
થરાદ ખાતે આયોજિત ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં એક
થરાદ ખાતે આયોજિત ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રીય ગૌરવના આ અવસરે પોતાના પૌત્ર અંશ અનુજ પટેલને ખોળામાં બેસાડીને કાર્યક્રમ નિહાળતા નજરે પડ્યા હતા. રાજ્યના વડા તરીકેની ગરિમા અને એક પ્રેમાળ દાદા તરીકેનો આ અનોખો સંગમ ઉપસ્થિત જનમેદનીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કરતબો વચ્ચે મુખ્યમંત્રીનો આ પારિવારિક અંદાજ વહીવટ અને વાત્સલ્યના સુંદર સમન્વયને ઉજાગર કરતો હતો.




