AMCના ડમ્પર ચાલકે અડફેટે લેતાં બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત
ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ ફરી અમદાવાદમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે

ગુજરાતભરમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ ફરી અમદાવાદમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બાળકનું કરુણ મોત નિપજ્યું છે. અમદાવાદ શહેરમાં AMCની વેસ્ટ કલેક્શનની વાનએ ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
વેસ્ટ કલેક્શન માટે રસ્તા પર દોડતાં AMCના ડમ્પર ચાલકો શહેરમાં બેફામ બન્યા છે. અમદાવાદ શહેરના જશોદાનગર ટેકરા પર AMCનાં વેસ્ટ કલેક્શનની વાનએ અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજ્યું હતું.
સ્થાનિક ટ્રાફિક પોલીસે ઘટનાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા સહિત અનેક સ્થાનો પર આવા ડમ્પર ચાલકો દ્વારા અવારનવાર ગંભીર અકસ્માત સર્જાય છે જેમાં અનેક માસુમોના ભોગ લેવાય છે. તંત્ર દ્વારા આ પ્રકારની ઘટનાઓ ન થાય તે અંગે ક્યારે કાર્યવાહી હાથ ધરે તે જોવું રહ્યું.






