મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NAVSARI : પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

Navsari News : નવસારીના ઘેલખડી ખાતે આવેલ રામદેવનગરમાં એક કરૂણ ઘટના ઘટી છે, જેમાં પાણી ભરેલા ખ

NAVSARI : પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

Navsari News : નવસારીના ઘેલખડી ખાતે આવેલ રામદેવનગરમાં એક કરૂણ ઘટના ઘટી છે, જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત થયું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ ખાડા બે મહિનાથી ખોદી રાખવામાં આવ્યાં હતા. 

ઘેલખડી ખાતે આવેલ રામદેવનગરમાં ઘરની સામે ખોદેલા ખાડામાં વરસાદનું પાણી ભરી ગયું હતું. આ બાળક રમતા રમતા ખાડામાં જઈને પડ્યું હતું અને બહાર નીકળી ન શકતા ડૂબી ગયું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 

કુકેરી ગામમાં દીવાલ પડતા દંપત્તિનું મોત

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં આવેલ રેલવે ફળિયામાં આવાસની દીવાલ ગત રાત્રિએ ધરાશાઈ થઈ હતી. દીવાલ પડતા આરામ કરી રહેલા દંપત્તિનું કરૂણ મોત નિપજ્યું છે.  

ચીખલી તાલુકાના કુકેરી ગામમાં  આવેલ રેલ્વે ફળિયામાં આવાસની દીવાલ એકાએક તૂટી પડી હતી. જે દરમિયાન આરામ કરી રહેલા દંપત્તિનું મોત નિપજ્યું હતું. અરવિંદ હડપતિ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે પત્નીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો