સાબરકાંઠા: ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને કચડ્યા, મહિલા અને બાળકનું મોત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈડર- ખેડબ્રહ્મા હાઇવે પર મહારાણા પ્રતાપ સર્ક

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઈડર- ખેડબ્રહ્મા હાઇવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવ્યો અને બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર દંપતી અને બાળક સવાર હતું. દુર્ઘટના એટલી ભયાવહ અને હૃદયની કંપારી છૂટે તેવી હતી કે ટ્રકના ટાયરની નીચે બાળક અને મહિલા આવી ગયા હતા.
દુર્ઘટનામાં મહિલા અને બાળકનું ઘટનાસ્થળ પર જ મોત
દુર્ઘટનામાં મહિલા અને બાળકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બાઈક સવાર શખ્સને સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ટ્રક ચાલક ઘટના સ્થળેથી પલાયન
ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી પલાયન થયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અને બાળકના મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.






