જામનગર: સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એક વ્યક્તિનું મોત
જામનગરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સાધના કોલોની વિસ્તાર

જામનગરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યકિતનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
ત્રણ વર્ષ પહેલા ત્રીસેક વર્ષ જૂની એક ઈમારત ધરાશાયી થઈ
આ જ સ્થળ પર એક વર્ષ પહેલા હાઉસિંગ બોર્ડની ત્રીસેક વર્ષ જૂની એક ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઈમારત પડવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કમિશનરને થતાં ફાયરની ટીમનો કાફલો અને મ્યુ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ફાયરની ટીમે કાટમાળ ખસેડવામી કામગીરી હાથ ધરી
ફાયરની ટીમે કાટમાળ ખસેડવામી કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.






