Ahmedabad news: એશિયા સ્કૂલમાં The Spirit of India થીમ પર ત્રણ દિવસ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો, 1200 વિદ્યાર્થીઓએ રજૂ કરી કલા
અમદાવાદની એશિયા ઇંગ્લિશ સ્કૂલમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદની એશિયા ઇંગ્લિશ સ્કૂલમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાંા “Echoes & Encore – The Spirit of Indiaની થીમ પર 18થી 21 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ સાંસ્કૃતિક મહોત્સવમાં લગભગ 1,200 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં સંગીત, નૃત્ય અને કલાત્મક પ્રસ્તુતિઓનો જીવંત સમન્વય જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતની સમૃદ્ધ પરંપરા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વૈવિધ્યને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહ સાથે સ્ટેજ પર વિવિધ પ્રસ્તુતિ રજૂ કરી હતી.
તમામ દિવસને અનોખી થીમ આપવામાં આવી
તમામ દિવસને અનોખી થીમ આપવામાં આવી હતી, પ્રથમ દિવસ The Spirit of India, બીજો દિવસ The Story of India અને ત્રીજો દિવસ The Soul of India તરીકે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા એશિયા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. એમ. પી. ચંદ્રન દ્વારા કરવામાં આવી હતી. આ સાંસ્કૃિતક કાર્યક્રમમાં એશિયા ચેરિટેબલ ટ્રસ્ટના સચિવ અને ખજાનચી સાથે અન્ય ટ્રસ્ટીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મુખ્ય અતિથિ તરીકે વિવિધ દિવસોમાં ઉપસ્થિત રહ્યા
આ ઉજવણીમાં સંસ્થાના પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મુખ્ય અતિથિ તરીકે વિવિધ દિવસોમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આદિત્ય રાવલ, સિદ્ધાર્થ બિસ્ટ અને ડૉ.ધવલ ઠક્કરે હાજરી આપી હતી. તેમની હાજરીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને સંસ્થાએ પોષેલા મજબૂત ભૂતપૂર્વ વિદ્યાર્થી સંબંધોને ફરીથી મજબૂત બનાવ્યા હતા.






