Surat news: પ્લાયવુડની કંપનીમાં મજૂરી કરતા કિશોરનું મશીનમાં ફસાઈ જતા મોત, પરિવારજનો શોકમગ્ન
સુરતમાં મોટી દુર્ઘટના સામે આવી છે. બાળ મજૂરી કરતા કિશોરનું મશીનમાં ફસાઈ જતા

સુરતમાં મોટી દુર્ઘટના સામે આવી છે. બાળ મજૂરી કરતા કિશોરનું મશીનમાં ફસાઈ જતા મોત નીપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે સુરતના હોજીવાલામાં ગુજરાત પ્લાયવુડ કંપનીમાં મણીકાંત નામનો કિશોર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે મશીનમાં ખેંચાઈ ગયો હતો અને ત્યાંજ તેનું મોત નીપજ્યું હતું. કિશોરે બૂમાબૂમ કરતા અન્ય કારીગરો દોડી આવ્યો હતા, જોકે કિશોરને બાહર કાઢ્યો ત્યાં સુધીમાં તો તેનું મોત નીપજ્યું હતું.
કંપનીમાં કિશોર જોડે મજૂરી કરાવવામાં આવતી
મળતા અહેવાલ પ્રમાણે કંપનીમાં કિશોર જોડે મજૂરી કરાવવામાં આવતી હતી. આર્થિક તંગીના કારણે કિશોર કામ કરતો. કંપનીમાં કામ કરતાં કિશોરનું અકાળે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. તો બીજી તરફ પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.




