સમી: દાઉદપુર પ્રાથમિક શાળાના શિક્ષકે સ્થાનિકને જાનથી મારવાની આપી ધમકી, જાણો શું છે કારણ
રાજ્યના સમી તાલુકાની દાઉદપુર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા નિકાલ નહીં થવાનો

રાજ્યના સમી તાલુકાની દાઉદપુર પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા નિકાલ નહીં થવાનો મામલે એક વિવાદ સામે આવ્યો છે. શાળામાં પાણી ભરાતા સ્થાનીકે વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો મીડિયામાં અહેવાલ પ્રસારીત થતા શિક્ષક ગુસ્સે ભરાયા હતા. શિક્ષકે સમી તાલુકાના સ્થાનિકને બેફામ ગાળો ભાંડી હતી.
દાઉદપુરા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા હતા
રાજ્યમાં ભારે વરસાદને કારણે સમી તાલુકાની દાઉદપુરા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા હતા, તેનો વીડિયો વાયરલ થયો હતો.
સ્થાનિકને ગંદી ગાળો તો ભાંડી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
સ્થાનિકને ગંદી ગાળો તો ભાંડી સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શિક્ષકે ધમકી આપતા કહ્યું કે મીડિયામાં કોણે આપ્યું છે, તમને ખબર નથી મીડિયાને તો અમે ખિસ્સામાં રાખીને ફરીએ છીએ. શિક્ષકની ઓળખ જયરામભાઈ તરીકે થઈ છે. હાલ આ શિક્ષક અને સ્થાનિકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.






