મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી પદયાત્રીઓ માટે દલપુર હાઇવે પર ઉભો કરવામાં આવ્યો છે ખાસ પંડાલ, જાણો શું છે તેની વિશેષતા

ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પદ

ભાદરવી પૂર્ણિમાના મેળા નિમિત્તે લાખો પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે, ત્યારે આ પદયાત્રીઓ પાણી પીવા માટે જે પ્લાસ્ટિકની બોટલો વાપરે છે તે જ્યાં ત્યાં ફેંકી દે છે. જોકે સાબરકાંઠા જિલ્લા પ્રદૂષણ વિભાગ, NGO અને કેટલી કંપનીઓ દ્વારા એક સંયુક્ત રીતે પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા પ્રાંતિજ પાસે દલપુર હાઇવે પર ઉભી કરવામાં આવી છે.જેમાં પદયાત્રીઓ પાંચ બોટલો રિસાયકલ મશીનમાં નાખે તો તેમને એક સ્ટીલની બોટલ મફત આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

 રિસાયકલ મશીનમાં પ્લાસ્ટિકની બોટલો નાખશે એક સ્ટીલની બોટલ ફ્રી

નોંધનીય છે કે મેળાના પાંચથી છ દિવસ દરમિયાન લાખો બોટલો રસ્તા ઉપર વેરવિખેર પડી હોય છે, અને તે પ્રદૂષણમાં વધારો કરે છે. ત્યારે આ સમસ્યાની નિવારવા  માટે આ રિસાયકલ મશીન મૂકવામાં આવ્યું છે, જેને કારણે પ્લાસ્ટિકની બોટલો જે પ્રદૂષણમાં વધારો કરે છે તેનો નિવેડો આવશે અને આ રિસાયકલમાં મુકાયેલી પ્લાસ્ટિકની બોટલોથી ટોપી, જેકેટ સહિતની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાશે..

આ સમાચાર શેર કરો