Vadodra news: સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે સામાન્ય ઝઘડો જીવલેણ બન્યો, 25 વર્ષના યુવાનની હત્યા
ગુજરાતના વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરાના સયાજ

ગુજરાતના વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસે સામાન્ય ઝઘડો જીવલેણ બની ગયો હતો.. 25 વર્ષીય અજય સિંધે પર રાહુલ ખેડેકરે કોષથી માથામાં ઘા મારી ઘાતક હુમલો કર્યો હતો..
અજયને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર દરમિયાન મોત
હુમલામાં અજયને ગંભીર ઇજાઓ પહોચતાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું. ધોળા દિવસે ભવાનીનગરમાં બનેલી આ સનસનીખેજ ઘટના વિસ્તારમાં દહેશત ફેલાવી છે.. હુમલામાં બીજો એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે આરોપી રાહુલ ખેડેકરની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




