મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયલા તાલુકાના મોટા સખપર ગામેથી સાત વર્ષની બાળકીનું અપહરણ

સુરેન્દ્રનગર: સાયલા તાલુકામાં મોટા સખપર ગામે સાત વર્ષની બાળકીનું અપહરણ થયું છે

સાયલા તાલુકાના મોટા સખપર ગામેથી સાત વર્ષની બાળકીનું અપહરણ

સુરેન્દ્રનગર: સાયલા તાલુકામાં મોટા સખપર ગામે સાત વર્ષની બાળકીનું અપહરણ થયું છે જે મામલે સાયલા તાલુકાના ઘજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

મોટા સખપર ગામે રહેતા ફરિયાદી અમૃતભાઈ નાનજીભાઈ મકવાણા દ્વારા પોતાની દીકરીનું અપરણ થયું હોવાની ફરિયાદ ધજાળા પોલીસ મથકે નોંધાવી હતી. રાત્રિના સમયે પરિવાર સાથે સુતા હતા તે દરમિયાન અંદાજે રાત્રિના 10:30 કલાકથી સવાર સુધીમાં અપહરણ થયું હોય તેવી ફરિયાદ આપવામાં આવી હતી.

સવારના સમયે અમદાવાદ જવાનું હોવાથી સવારે 5:00 વાગ્યે પરિવાર જાગતા સાત વર્ષની દીકરી હાજર જોવા મળી ન હતી. દાદીમા તેમજ અમદાવાદથી આવેલા ફૈબા બધા લોકો રૂમ તેમજ ઓસરીમાં સુતા‌ હતા. આજુબાજુ તેમજ ગામમાં તપાસ કરતા દીકરી મળી આવી ન હતી. ફરિયાદીનો મોબાઇલ પણ ઓસરીમાં રાખેલ ફ્રીઝ ઉપરથી અપહરણ કરનાર લઈ ગયા હોય તેવું સામે આવ્યું હતું. જ્યારે મોબાઈલ નંબર ઉપરથી તેનું લોકેશન પોલીસ વિભાગ દ્વારા મેળવતા છેલ્લું લોકેશન રાજકોટ અમદાવાદ હાઈવે પરના પાણશીણા હાઇવે પરનું મળ્યું હતું.‌

આ બાબતની જાણ લીબડી ડિવાએસપીને મળતા મોટા સખપર ગામે દોડી ગયા હતા. લીબડી ડિવાએસપીના જણાવ્યા પ્રમાણે હાલ એલસીબી એસઓજી સહિત જુદી જુદી સાત જેટલી ટીમો આ તપાસમાં લાગી છે અને સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાલ ચાલુ છે.

આ સમાચાર શેર કરો