મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને નડ્યો અકસ્માત, ભીષણ દુર્ઘટનામાં એકનું મોત 6 ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલા

ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને નડ્યો અકસ્માત, ભીષણ દુર્ઘટનામાં એકનું મોત 6 ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની  ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગરના  ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની દુર્ઘટનામાં એક  મહિલાનું મોત થયું હતું.

 6 લોકોને ઈજાઓ પહોંચી હતી

જ્યારે 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. છકડો મજુરી કામ કરતા લોકોને લેવા માટે ઉભો હતો, પરંતુ પાછળથી આવી રહેલ પીક અપ ડાલાએ ટક્કર મારી હતી.

ઈજાગ્રસ્તનો રાજકોટ રીફર કર્યા

 પીક અપ ડાલાના ડ્રાઈવરે ટક્કર મારી હતી, તો બીજી તરફ  ટક્કર મારી નાસી છૂટ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ પીક અપ ડાલાનો ડ્રાઈવર થોડાક જ સમયમા ઝડપાયો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. 

આ સમાચાર શેર કરો