મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના ગોત્રી વિસ્તારમાં રાત્રે એક બેફામ કારચાલકે ચાર વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત

સોર્સ: gstv

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રાત્રે એક બેફામ કારચાલકે ચાર વાહનોને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી એન્જિનિયર તાહા શબીર પરદાવાલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ અનુસાર, કારની સ્પીડ અને અકસ્માત સમયની સ્થિતિની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આરોપી નશામાં હતો કે કેમ તે અંગે પણ તબીબી તપાસ રિપોર્ટ બાદ પુષ્ટિ થશે. બે નિર્દોષ લોકોના મોતથી ગોત્રી વિસ્તારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ સમાચાર શેર કરો