kutch news: અબડાસા તાલુકાની શાળામાં રાજસ્થાન જેવી દુર્ઘટના થતાં રહી ગઈ, જો વિદ્યાર્થીઓ હાજર હોત તો...
kutch news: કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાયોરમાં કુમાર છાત્રાલયની શાળાનો સ્

kutch news: કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાયોરમાં કુમાર છાત્રાલયની શાળાનો સ્લેબ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે રવિવારે શાળામાં રજા હોવાથી જાનહાનિ ટળી હતી. જો આ ઘટના ચાલુ સ્કૂલે બની હોત અને મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે.
સ્લેબનો કાટમાળ ધડાકાભેર પડતાં કોમ્પ્યુટર,ખુરશી- ટેબલને નુકશાન
તાજેતરમાં રાજથાનના ઝાલાવાડ જિલ્લામાં ચાલુ શાળાએ એક વર્ગમાં સ્લેબ ધરાશાયી થતાં 7 જેટલા બાળકોના કમકમાટીભર્યાં મોત નિપજયા હતા. આવો જ એક બનાવ કચ્છ જિલ્લામાં બનતા રહી ગયો હતો. અબડાસા તાલુકાના વાયોરમાં કુમાર છાત્રાલયની શાળાનો સ્લેબ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે રવિવારે શાળામાં રજા હોવાથી જાનહાનિ ટળી હતી. જો શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર હોત અને તે દરમિયાન આવી ઘટના બનત તો એનો જવાબદાર કોણ? તેવો પ્રશ્ન સ્થાનિકો કરી રહ્યા છે. સ્લેબનો કાટમાળ ધડાકાભેર પડતાં કોમ્પ્યુટર,ખુરશી- ટેબલને નુકશાન થયું હતું. હાલ અબડાસા વિસ્તારમાં 40 થી 50 શાળાઓ જર્જરીત છે. સ્થાનિકોએ આ અંગે અવારનવાર રજૂઆત કરી છતાં ઘોર નિદ્રામાં સૂતેલા તંત્રનું પેટનું પાણી હલતું નથી.




