મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે યોજાશે પ્રક્ષાલન વિધિ, બપોરે 1.30 વાગ્યાથી રહેશે બંધ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે યોજાશે પ્રક્ષાલન વિધિ, બપોરે 1.30 વાગ્યાથી રહેશે બંધ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ આજે (20મી સપ્ટેમ્બર) પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે.  જેને લઈને અંબાજી મંદિર બપોરે 1:30 વાગ્યાથી બંધ રહેશે અને સમગ્ર મંદિરની તથા માતાજીના સોના-ચાંદીના વાસણોની અમદાવાદના સોની પરિવાર દ્વારા ધોવામાં આવશે. 

કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ?

વર્ષો જૂની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે અમદાવાદના સોની પરિવાર દ્વારા તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષનું એક જ વાર માતાજીનો વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે અને લાખો લોકો આ આ યંત્રના દર્શન કરી ધન્ય બને છે.પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.

આરતી અને મંદિરના સમય ફેરફાર

આજે પ્રક્ષાલન વિધિના કારણે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહેશે અને રાત્રિના સમયે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ 12:00 કલાકે, દર્શન બપોરે 12:30થી 1:00 અને માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો