VIDEO: સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી પરના જર્જરિત પુલાના પિલર અને બીમ તૂટીને નદીમાં ખાબક્યા
રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગ


રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. વઢવાણ ખાતે ભોગાવો નદી પર આવેલ સૌથી જૂનો પુલ અચાનક ધરાશાયી થયો છે. પુલના પિલર અને બીમ તૂટી જતા તેનો ભાગ નદીમાં ખાબક્યો હતો.
આ પુલ 8 મહિના પહેલા જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો
સદનસીબે તંત્ર દ્વારા આ પુલ 8 મહિના પહેલા જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. તેમ છતાં રાહદારીઓ હજુ પણ જર્જરિત પુલ પરથી પસાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. પુલ તૂટતા મુખ્ય પાણીની પાઈપલાઈનને પણ નુકસાન થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ આ પુલ મામલે જલ્દીથી જલ્દી નિર્ણય લેવામાં આવે તેની સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે.


