કચ્છ જિલ્લાના રાજકીય અને સામાજીક અગ્રણી ભરત શાહનું હાર્ટ એટેકથી મોત
કચ્છ જિલ્લાના એક રાજકીય અને સામાજીક અગ્રણીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. કચ્છ જિલ્લામાં અંજારના 63 વર્

કચ્છ જિલ્લાના એક રાજકીય અને સામાજીક અગ્રણીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયુ છે. કચ્છ જિલ્લામાં અંજારના 63 વર્ષીય ભાજપના અગ્રણી ભરત શાહનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ભરત શાહે રાજકીય અને સામાજીક ક્ષેત્રે ઘણું કામ કર્યું છે એવામાં અચાનક તેમની મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો : રાજ્યમાં આપઘાતની 2 ઘટના : જેતપુરમાં જમીન દલાલે ગળેફાંસો ખાધો, કચ્છમાં સુથારે પોતાનું ગળું કાપ્યું
તેઓ એક મિત્રની સારવાર અર્થે મુંબઈ ગયા હતા. તે દરમિયાન રાતના સમયે હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું. તેઓ કચ્છ જિલ્લાના ભાજપ પાર્ટીના ઉપ પ્રમુખ રહ્યા હતા. ભરત શાહના નિધનથી કચ્છ જિલ્લા ભાજપ અને અંજારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.




