અમદાવાદ:પોલીસ કર્મીએ રિવરફ્રન્ટ પરથી નદીમાં ઝંપલાવીને કરી આત્મહત્યા, કારણ અકબંધ
અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. કિરણસિંહ અમરસિં

અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. કિરણસિંહ અમરસિંહ નામના પોલીસકર્મીએ આત્મહત્યા કરી છે. પોલીસકર્મીએ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. પોલીસકર્મીનું આઈ કાર્ડ મળી આવ્યું હતું, તેના દ્વારા ઓળખ કરવામાં આવી છે.
પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી
પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજું સામે આવ્યું નથી. આ મામલે તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.




