મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર: હવે પોલીસકર્મીની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા DGPના હાથમાં

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્

મોટા સમાચાર: હવે પોલીસકર્મીની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા DGPના હાથમાં

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસની આંતરજિલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી છે. આ અગાઉ એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ આઈજીને સોંપાઈ હતી. જોકે, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. જેના પગલે આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ કરી શકશે.

બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરાયા

બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્રો રદ્દ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેંજ આઈજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો