મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'અહીં મકાન બાંધ્યુ તો..' જમાલપુરના ધારાસભ્ય અને તેમના પરિવારને શખ્સે આપી ધમકી

અમદાવાદના જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપવાની ઘટના સામે આવી છે. જમાલપુર

'અહીં મકાન બાંધ્યુ તો..' જમાલપુરના ધારાસભ્ય અને તેમના પરિવારને શખ્સે આપી ધમકી

અમદાવાદના જમાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપવાની ઘટના સામે આવી છે. જમાલપુર  વિસ્તારની ખાંડની શેરી ખાતેની આ ઘટના છે. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં શખ્સ ખુલ્લેઆમ ધમકી આપતો હોવાનો નજરે આવી રહ્યું છે. ઇરફાન નાગોરી નામના શખ્સે ધમકી આપતા ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પાડોશીએ ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપી

મળતા અહેવાલ પ્રમાણે જમાલપુરના ખાંડની શેરી  સ્થિત ઓફિસ પાસે મકાન બાંધવા બાબતે પાડોશીએ ધારાસભ્ય અને તેમના પરિવારજનોને ધમકી આપવામાં આવી હતી.

ઇરફાન નાગોરી નામના શખ્સે ધમકી આપી

સમગ્ર મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ઇરફાન નાગોરી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી.

આ સમાચાર શેર કરો