મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના નરોડામાંથી નવજાત શિશું ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું, સિવિલમાં સારવાર હેઠળ

રાજ્યના અમદાવાદના નરોડામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવ્યું હતું. નરોડા ગામના મામા-કલ્યાણ પાસેના કેશવવા

અમદાવાદના નરોડામાંથી નવજાત શિશું ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યું, સિવિલમાં સારવાર હેઠળ

રાજ્યના અમદાવાદના નરોડામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવ્યું હતું. નરોડા ગામના મામા-કલ્યાણ પાસેના કેશવવાડી નજીક નિષ્ઠુર માતાએ બિનવારસી હાલતમાં બાળકને ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. સ્થાનિકોને જાણ થતાં જ તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બાળક દયનીય સ્થિતિમાંથી મળી આવ્યું હતું. 

બાળકને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું

બાળકને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સ્થિતિ સારી છે, અને સિવિલમાં તબીબોની દેખરેખ ચાલી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ આદરી છે.

પોલીસે તપાસ આદરી 

પોલીસે બાળકના માતા-પિતા કોણ છે, શા માટે બાળકને તરછોડવામાં આવ્યું તેની તપાસ આદરી છે. પોલીસે સમગ્ર વિસ્તારના CCTVના આધારે પણ અલગ અલગ ટીમો તપાસ અર્થે રવાના કરી છે.

આ સમાચાર શેર કરો